ઈચ્છાઓ બધી પુરી થતી નથી
સાથ લાંબો નિયતિને મંજુર નહીં
તમે તમારા રસ્તે હું મારા રસ્તે
રસ્તાઓજ ફંટાઈ ગયા જે તે સમયે
શાણપણ તમે પણ દાખવ્યું
મને પણ સાચા રસ્તે દોરીને
સમાચાર મેળવતો રહું તમારા
યાદોમાં સદા જીવંત રાખી તમને
તમારા સુખે સુખી અને દુખે દુઃખી
હજી પણ થયાં કરું છું હંમેશા
હેડકી મારી યાદોની સતાવતી હશે
યાદો મારી પણ જીવંત કરતી હશે
#જીવંત