તું મારી પાછળ આવે છે......
હું જ્યાં જાઉં છું ત્યાં તું મારી પાછળ આવે છે,
અદ્રશ્ય છે છતાય તારા હોવાનો મને અહેસાસ કરાવે છે,
તારો પણ મારા જેવો જ દેખાવ આવે છે,
રાત્રે ને દિવસે તું મારી સાથે જ ચાલે છે,
પાછળ જોઉં તો તું સંતાઈ જાય,મને કેમ સતાવે છે?
હું કૂદું તો તું પણ કૂદે,મારા જેવા જ હાવભાવ બનાવે છે,
કોઈ ના હોય ભલે મારી સાથે, મને એકલા જ ફાવે છે,
કારણકે...હું જ્યાં જાઉં છું ત્યાં તું મારી પાછળ આવે છે....
આરતી ભરવાડ