સફળ
તમે આવ્યા ને આવતાની સાથે જે શરૂ થઈ હતી,
એ હાસ્યની મહેફિલ ક્યાંક તો ગમગીન થઈ હતી
બેચાર શબ્દનો ઠેલો માથે લઈને આવી પડ્યા હતા
ઠાલવતા ઠાલવતાં એ શબ્દો શ્વાસ થઈ પડયા હતા
ક્યાંક નીચો રાખી ચહેરો મનોમન હસતા રહ્યા હતા
એ આંખો એ ચહેરાની લાલાશ ઘણું કહી રહ્યા હતા
થોડું ચાલી ગયા સંગાથ દઈને અમસ્તાં અમસ્તાં
ના નીકળ્યા શ્વાસ કે પછી આહ અમસ્તાં અમસ્તાં
જે શરૂ થયું હતું એ આખરે અંત સુધી આવી ગયું
વીતી રહ્યું તું વર્ષ,માહ દી જે પૂરું થવા આવી ગયું
બંધન લઈ એકમેકમાં જે પૂર્ણ પરોવાય રહ્યા હતા
લઈ શ્વાસ અધ્ધર આંખોને કિનારે આવી રહ્યા હતા
હાથમાં હાથ લઈ રણ સફરમાં ચાલી પડયા હતા
બાદમાં વ્હાલ ભર્યા સ્મિતથી વિખૂટા પડયા હતા