ઓહ! આ કવિતા તો શબ્દોનું વાસ્તવિક રૂપ છે,
બે ધારી તલવારથી હીરાનું કે પથ્થરનું ગીત છે.
ઉત્સાહની એરણે વાસ્તવિક્તાને હથોડીથી ટીપે,
પછી શબ્દને ખૂબ કાળજીથી લઈને લઈને ચીપે.
હચમચાવે, કંપાવે વાસ્તવિકતાથી શબ્દ વહે છે
શબ્દથી વાસ્તવિકતાનો આનંદ અનુભવ થાય છે
એ શબ્દ છે, જે ઝેરનું એક ટીપુ કરે અમૃત છે
મીરાને રણે ખીલે ગુલાબને મુખે વાણી માધુર્ય છે
શબ્દથી જ તેજ અને શૂન્યનો વાસ્તવિક ભેદ છે
આદિ નરસિંહને આત્મજ્ઞાનથી શબ્દભેદ સાક્ષાત્ છે
#વાસ્તવિક