કુદરત તું જોરદાર છે યાર.!!
વિવિધતાનો ભંડાર છે યાર.!!
અજબ તારી આ દુનિયા
ગજબ એનાં કીમિયાં,
બનાવટ માનવીની કેવી ?
દરેક અલગ નમૂનાં છે યાર.!!
દુનિયા અદ્દભૂત રંગીન તારી..
સૌંદર્યમાં પણ ખુમારી,
તે આપેલાં પદાર્થોમાં
શું અચંબિત ભેદભાવ છે યાર.!!
ઝીણવટ તારી ઝીણી..
ન વીણાય વીણી,
જીવ- જંતુ
પશુ-પક્ષી
ફળ-ફૂલ
એમાં પણ ઘણી પ્રજાતિ છે યાર. .!!
રંગ તો અગણિત છે જ
સ્વાદમાં પણ વૈવિધ્ય.!!
જમીનનાં
હવાનાં
પાણીનાં
તારી પાસે ઘણાં પ્રકાર છે યાર. .!!
ગગનમાં પણ રંગોળીઓ કાઢે છે.!!
તું ફાડું કલાકાર છે યાર...
કુદરત તું જોરદાર છે યાર. .!!
વિવિધતાનો ભંડાર છે યાર. .!!
આભારી રહીશ હું તારો
કેટલું મફતમાં માણવાં આપ્યું છે યાર. .!!