પ્રશ્નો બધા કાંઈ એવા નથી,
કે જેના કોઈ જ ઉત્તર નથી.
વિચારું છું આ જગ વિશે,
કેમ બધા સમજદાર નથી.
મારા વિચારમાં ખોટો પડ્યો,
મતલબ વિના સાથીદાર નથી.
કર્યા કરું છું કાર્ય મન મુજબ,
મારો કોઈ જ ભાગીદાર નથી.
અજમાવવી છે પોતાની જાત,
તેના સિવાય બીજો ઉદ્ધાર નથી.
પ્રતીક ડાંગોદરા