#વાસ્તવિક
વાસ્તવિક વાત સરેઆમ છુપાઈને થઇ હતી ,
કહે છે કે નવી કુપળ તો સાવ ઘરડી હતી !!
નવલિકા સમ એટલે જ વાચી લીધી તને ,
કવિ નું કેવું કે , ગઝલતો તે જ મરડી હતી .
સમજુતો ઈશારામાં દોસ્ત પણ ભરોસો નથી ,
કેમ કે તારેલી નાવ પાછી વમળોમાં ખરડી હતી.
વિશ્વાસના ક્યાં ? હતા એહસાસના વાયદા ...!!!
લજામણી એટલે જ રાતરાણી ને કરડી હતી!
હરિયાળી નહિ, માત્ર માગી હતી કુસુમની યારીં
હાથ ના આવી સુગંધ.. એ ભમરાળી ચકરડી હતી.
બાગનો નહી , નહિ માળીનો ફૂલનો કે વાતાવરણનો ..
દોષ હતો.. સુગંધનો કે એ ભમરાળી ચકરડી હતી ...