#તત્વમસિ -ધ્રુવ_ભટ્ટ #book_review
ગુજરાતની જીવાદોરી એવી માં નર્મદા નદીની વાત. વાત નદીની પરિક્રમાની, વાત નદી કિનારે ના વિસ્તારની, વાત નદી કિનારે વસતા લોકોની, વાત એ લોકોની પરંપરા અને સંસ્કૃતિની ,વાત ધર્મ, આધ્યાત્મિક અને શ્રદ્ધાની, વાત પ્રકૃતિ અને પૃથ્વીની , વાત શ્રદ્ધા અને અનશ્રદ્ધાની, વાત ભણેલા અને અભણ લોકોના વાત, વર્તન, વ્યવહાર અને સભ્યતાની. આ વાતનો સંગ્રહ એટલે તત્વમસિ.
આ નવલકથા ની એક ધટના જે મને બહુ પસંદ આવી એ હૂં અહીં મારા શબ્દો માં રજુ કરું છું. પરિક્રમા દરમિયાન ગાઢ જંગલો ની ઝાડીઓ માં કાબા પરિક્રમાવાસીને લુંટે , જે છે એ બધું જ લુંટી લે.આ ધટના નાની અને સહેજ છે આ વિસ્તારમાં અને આ ધટનાની જાણ ત્યારે ફકતી બે ને જ હોયછે એક એ પરિક્રમાવાસી અને બીજા કાબાને. આ સમયે પરિક્રમાવાસિના મનની અંદર ચાલતી વાત કંઇક આ છે ' આ સ્થળે આ ઘટના કેટલી અજાણી અને નાનકડી છે . અમારા ત્રણ સિવાય આ પૃથ્વી પર કોઈને પણ અત્યારે જે બની રહ્યું છે તેની ખબર નથી . છતાં આ જ નાનકડો બનાવ એક માનવજાતની , એક આખી સંસ્કૃતિની ઓળખ જાળવી રાખવા સમર્થ છે . જગતપટ પર અન્યત્ર ક્યાંય પણ કોઈ એક ઘટનામાં આટલું સામર્થ્ય હોવાનું મારી જાણમાં નથી . આજે મારો વારો છે . હજારો વર્ષો પૂર્વે આ જ સ્થળે કે આસપાસ મહારથી અર્જુન નતમસ્તક ઊભો હશે – કદાચ આ બે જણના વડવાઓની સામે . રથરહિત , દાસરહિત , ગાંડીવરહિત , વસ્ત્રોરહિત , મહાભારત - વિજયના ગર્વરહિત – શ્રીકૃષ્ણનો પરમમિત્ર , મહાન વિજેતા જ્યારે અહીંથી આગળ ગયો હશે ત્યારે કુરુક્ષેત્ર પર મેળવવાનું બાકી રહી ગયેલું જ્ઞાન પ્રાપ્ત કરતો ગયો હશે . અત્યારે આ બંને કાબાઓ આ મહાજળપ્રવાહના હુકુમનું અક્ષરશ : પાલન કરી રહ્યા છે .' આ ધટના પછી પરિક્રમાવાસિને સંન્યાસ , ત્યાગ , જ્ઞાન, અને જીવન શું છે. આ તમામ પ્રશ્નો ના જવાબ મળી ગયા હશે. એક વાર આ પુસ્તક જરૂર વાંચવું જોઇએ . ખુબ સરસ પુસ્તક છે.