સંબંધ
ફક્ત કોતર્યા કરે છે લાક્કડખોદ માફક,
હવે જીવવું તો થોડું પોતે પોતાની માફક.
આ વહેવાર ની વાત કરતી દુનિયા કેવી,
જિંદગીને ગણે છે એક કોયડાની માફક.
ચાલવું હતું મારે તો બસ તારા સુઘીજ,
રસ્તો આપમેળે થય ગયો પાણીની માફક.
બાદશાહે પૂછ્યું રાણીને સહેજ આગ વિશે,
તેની પણ રાખ થઈ જાય સંબંધ ની માફક.
નિભાવવા તો હવે કેટલાક નિભાવવા ભાઈ,
કવિરાજથી હવે થાકી જવાય નાવિકની માફક.
પ્રતીક ડાંગોદરા