Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે બંને સાવ જુદા છીએ, અને એટલે જ આપણી વચ્ચેનો પ્રેમ સાવ અનોખો છે,
તું થોડી ધીર-ગંભીર છે તો મારામાં થોડું અલ્લડ પણું !
તારામાં સમજણની ભરમાર છે તો મારામાં થોડું પાગલપન,
તને સપના જોવા ગમે છે, ઊંચે આકાશે ઉડવું ગમે છે !
તો મને તારા સપના પુરા કરવા, તારા જીવનમાં રંગો ભરવા ગમે છે !
તું મૌનમાં ઘણું બધું કહી જાય છે, તો હું બોલીને પણ ઘણું સમજાવી નથી શકતો !
તું મજબૂરીના બંધનમાં બંધાયેલી છે તો હું કોઈ બંધન વિના તારી સાથે બંધાવવા માંગુ છું !
તારી દુનિયા ઘણી વિશાળ છે તો મારી દુનિયા ફક્ત તારા સુધી જ સીમિત છે !
તું પ્રેમને અભિવ્યક્ત નથી કરી શકતી તો હું સ્નેહનો સાગર છલકાવી દઉં છું !
તું રાહ જોવાનું ના કહે છે તો હું છેલ્લા શ્વાસ સુધી રાહ જોવા તૈયાર છું !

આપણા પ્રેમમાં એક વસ્તુની સામ્યતા છે અને એ છે નિઃસ્વાર્થ પ્રેમ !
કોઈપણ જાતની અપેક્ષા વગરનો, કોઈપણ જાતના બંધન વગરનો પ્રેમ !
અને આ પ્રેમ જ તને અને મને જીવાડી રહ્યો છે, આ એકલતાની પીડાઓ વચ્ચે !!!


#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111494204
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now