🌹યાદ આવે છે🌹
બાળપણના એ માસુમ ચહેરા યાદ આવે છે,
નાની નાની વાતે થતાં ઝઘડા યાદ આવે છે.
મિત્રોની સાથે રમતાં રમતાં ખૂંદી વળ્યા એ શેરીઓને,
આજે એ જ શેરીઓમાં ફરતાં એ મિત્રોની યાદ આવે છે.
શરારતોનો જાણે એક પહાડ રચી દીધો હતો,
શરારતોના પહાડમાં છુપાયેલો એ પ્રેમ યાદ આવે છે.
જીવી રહ્યો છું હાલ એક સુખી જીંદગી પણ,
શાળાએ જવાનું એ દુ:ખ આજે પણ યાદ આવે છે.
બની ગયો છું હાલ એક નીડર વ્યક્તિ આ જીવનમાં,
પણ બાળપણમાં જોયેલાં એ બિહામણાં સપનાં હજી પણ યાદ આવે છે.
વિતે છે દિવસો ખૂબ ઝડપથી આ ધરા પર,
એથીયે વધારે ક્ષણભંગુર એવા એ બાળપણના દિવસો યાદ આવે છે.
ભૂલો તો ઘણી કરું છું હું આ જુવાનીમાં પણ "નિર્દોષ "
પરંતુ બાળપણની એ માસુમ ભૂલો યાદ આવે છે...!!
✍🏻-મયૂર દેસાઈ "નિર્દોષ"✍🏻