તું ખેતી કરી લે અપાર
________________
ચાર ચાર મહિનાનું ચોમાસુ આવ્યું,તું ખેતી કરી લે અપાર
તેમાં પણ પર્યુષણનો વાસ,તું ધર્મ ની ખેતી કરી લે અપાર
ત્યાગ કેરી ધરતી ઉપર સત્ય કેરું છે ખાત,
ધર્મ બીજ વાવી તું ખેતી કરી લે અપરંપાર.
ફળદ્રુપ તારા હૈયા ઉપર સંતો નો સાથે છે પ્રકાશ.
વરસે છે ઉપદેશ કેરો વરસાદ,તું ખેતી કરી લે અપાર.
મોહ માયા ની ઝાડી કાપી,કામ ક્રોધના જીવડાં ને તું બાળ.
ક્ષમા કેરી વાડ બનાવી તું ખેતી કરી લે અપાર.
પ્રેમ ભાવ નાં દાતરડા થી તું ખેતી લણીલે અપાર.
જીંદગી કેરા ગોદામ માં તું પુણ્ય ની મૂડી ભરી લે અપાર.
આવી આવી ધર્મ ની ઋતુ,તું ખેતી કરી લે અપાર.
ચાર ચાર માસ નું ચોમાસું આવ્યું તું ખેતી કરી લે અપાર.