એમની પાસે સમય નહતો, મારે ભીતર સુધી જવું હતું,
પ્યાસ યુગોથી છે આ રહીને, તેના અધર સુધી જવું હતું.
વફા-બેવફા, વિશ્વાસ-વિશ્વાસઘાત ને દુનિયામાં ફસાયો,
ટૂંકા રસ્તાને મેં લાંબો કરી નાખ્યો, કબર સુધી જવું હતું.
ખાસ મહેફિલ છે એટલે તમને કહું છું એક અંગત વાત,
વેશ ફકીરનો લીધો હતો મેં, ને તેના ઘર સુધી જવું હતું.
"મનોજ" નીકળ્યો હતો બદલવા આ એના સમાજને,
માનવતા પર ચડી ગયેલા સ્વાર્થના થર સુધી જવું હતું.
મનોજ સંતોકી માનસ