Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(1)
કઈક હતી એકલતા, કઈક સુની જગા મળી,
ગુન્હો કર્યો આ દિલે ને જીવનને સજા મળી.
વિખોટાં પડ્યા પછી અમે વેરાન થઈ ગયા,
કોઈ એને તો પૂછો શુ મંજિલની દિશા મળી?

(2)
જિંદગી હવે જિંદગીને મળે તો પણ ઘણું છે,
આ મુર્જાયેલ પાન હવે ખરે તો પણ ઘણું છે.
ખોટા વાયદા કરવા સપના રોજ આવે છે રાતે,
વાસ્તવિકતાનું ઝેર કોઈ ધરે તો પણ ઘણું છે.

(3)
એને જ મળે જે હોઈ છે બેપરવાહ જીવનથી,
સુરા એમ લાયકાત વગર કોઈને નથી મળતી.

(4)
પીધા પછીની દાસ્તાન ખૂબ રંગીન બની જાય,
આ મદિરા પણ દુઃખનો રંગ નથી આવવા દેતી.

(5)
ગજા વગર પીધેલા જામનું પરિણામ છે,
આંખો ફરે છે અને હાથ ધ્રુજી રહ્યા છે.

(6)
શરાબી કહીને તરછોડતી આ દુનિયા શુ જાણે,
મહોબતમાં મળેલી આ અણમોલ શૌગત છે.

(7)
આ તમારા દિલાસાની જરૂર નથી રહી મને,
પથ્થરનો બનેલો પહાડ ક્યારેય તૂટતો નથી.

(8)
અસર એમને પણ થશે મારા ગયા પછી,
પ્રવાહ કઠોર પાષાણને પણ તોડી નાખે છે.

(9)
બધાએ કહે છે મારા શબ્દોને ગઝલ,
દર્દથી ભરપૂર છે ન કરતા ત્યાં નજર.

(10)
સાકી બે બુંદ જામમાંથી પડી ગઈ નીચે,
જાણે મારા બે શ્વાસ છૂટી ગયા હોઈ.

(11)
કોઈ રોકો નહિ પીતા મને ખુદાના સમ આપીને,
પૂછો ખુદાને પહેલા મહોબત કેમ બનાવી તેને?

(12)
ઘૂંટડા પીધા છે સંબંધોના અમે,
હવે કડવી સુરાની આદત થઈ.

(13)
હું ગુલામ નથી બન્યો આ મદિરાનો,
મારી ગઝલમાં વહેતુ આ રુધિર છે.

(14)
ગલત ન સમજો તમે એ મદિરાને,
મારી જેમ તપીને કડવી બની છે.

(15)
અપમાનોના ઝેર પીવે તો કોઈ રોકતા નથી,
બે ઘૂંટ પીધા શરાબના ને બદનામ થઈ ગયા.

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111492680
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now