આ ખુલ્લી આંખોં એ ઘણા
સ્વપ્ન સેવ્યાં'તાં મેં જ્યાં,
નદીઓ ખોબે ભરાય ગઈ ને
પર્વત નતમસ્તક થઈ ગયા;
નભમંડળ સંકેલાઈ ગયું ને
મુઠ્ઠી માં વિશ્વ સમાઈ ગયું.
પણ પલભર જ્યાં આંખો બંધ કરી!!
ત્યાં આ શું.....?
થયો અસ્ત 'હું' પણાનો જ્યાં
જ્ઞાન-પ્રકાશ પ્રદિપ્ત થયો મહીં ત્યાં
#ઝેન