વિશિષ્ટ વિચાર ધરાવતું ધર્મનું અફીણ છે,
વિષય વસ્તુ પર ધ્યાન ધરાવે તે ઝેન છે.
તર્કના તીરો ચલાવી, બોધપાઠની આપે શીખ છે,
ઝેન કથાથી જીવનનો આનંદ ઓશોને ખૂબ છે.
જાપાન ને ચીનમાં ઝેન ખૂબ પ્રચલિત છે,
ઝેન કથામાં ગૌતમ બુદ્ધની વિચારધારા છે.
ઝેન એ જૈન નથી એ બુદ્ધનો અલગ ફાંટો છે
યજ્ઞ-નૈવેદ્ય, ભક્તિ નથી, તોય ભારતથી નાતો છે
#ઝેન