*પરિવાર*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
આપણો અને તમારો એક નજરાલો,
મન ગમતો સહુનો એક પરિવાર,
હાં આપણો પરિવાર.
એક નાનું એક મોટું, એક ગુસ્સા વાળું,
એક દયા વાળું અને કોઈ જતુ કરનારું,
એવો આપણો પરિવાર.
જેમ વૃક્ષના મૂળમાં ઘા થાય,ને ડાળી બધી ધ્રૂજે,
જ્યારે દર્દ એકને થાય, તો તકલીફ બધાને પહોંચે,
એવો આપણો પરિવાર.
દુઃખ અને દર્દમાં સાથે રહે, મનગમતું બધું કરે,
સહુની વચ્ચે ઈજ્જત રાખતું, આવો આપણો પરિવાર,
હા આપણો પરિવાર.
દુનિયાની ભીડમાં શાંતિની ખોજમાં,
ભૂલ્યા ભાન, છે શાંતિ પરિવારની એકતામાં,
પરિવારમાં થાય સાચી શાંતિ, બસ એ આપણો પરિવાર.
હા આપણો પરિવાર....
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD