Gujarati Quote in Poem by Ketan Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રિય વાંચક મિત્રો,

આગળ 'ઉત્સાહી' શબ્દને લઈ પ્રકાશિત કરેલ ૪-૫ પંક્તિઓને, અહીં પૂર્ણ કવિતામાં મુકું છું. આશા છે કે આપ સૌને ગમશે. કાવ્યમાં કલમ ને કવિના કે લેખક હૃદયની લગોલગ મુકવાનો એક પ્રયાસ છે. ખૂબ નજીકની વ્યક્તિ ઘણીવાર કવિની આંખમાં નથી જોઈ શક્તિ, એ બધું કલમ અનુભવે છે...!

આશા છે ગમશે.. , ગમે તો શેર કરજો..અને કોમેન્ટ લખજો, શું આવું થતું હોય છે? LIKE માટે ન કહેવાય..એ કાલે કરજો..!😢😢!!! 👍 એટલે એમજ .. મન થોડું કંચવાય...!

હા.. મારી અન્ય વાર્તાઓના અપડેટ્સ માટે આપ follow નો વિકલ્પ પસંદ કરજો..! ગમશે..!

કલમ કવિની

ઉત્સાહી કલમ કવિની,
અક્ષરથી રૂડું આકાશ દોરે છે;
વ્યથા ઓગળી શાહીમાં,
શબ્દોમાં રંગોનો ઉજાસ ધોળે છે!

'પ્રીત', કલમ તારી નિરાલી,
'સ્વામીરુદય' અધિક તું જાણે છે!
અવઢવમાં ડૂબેલી આંગળીની,
નસેનસ ટેરવેથી અનહદ તું પારખે છે!

તર્કનાં ઝાળે ગૂંચવાતી લાગણીને,
પ્રથમ તું જ નખશીખ એને માપે છે!
ઈર્ષ્યા તારી, પ્રિયતમાંની આંખમાં,
'કે' કહે પહેલાં તને જ કેમ ભાસે છે?

કવિનાં હૈયે ઉછળતી ભાવના,
માત દઈ માસુકાને, તને પાંખ આપે છે!

- કેતન વ્યાસ

#ઉત્સાહી

Gujarati Poem by Ketan Vyas : 111491931
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now