ઉત્સાહ એટલે જોશ, આતુરતા, ઉમંગ નો પર્યાય. 'ઉત્સાહ' શબ્દ સાંભળતા જ એક ન કળાય એવી આનંદ, જોમ અને જુસ્સા ની સ્ફૂરણા થાય. અને ઉત્સાહી એટલે તેનો અભિવ્યક્તિ. નિરાશ થવું એ ઉત્સાહી ના શબ્દ કોશમાં જ નથી.તે નિરાશા માંથી આશા નો માર્ગ કંડેરવામાં પોતેજ સક્ષમ હોય છે. પરાજય ને વિજય માં ફેરવવા ની અજોડ ચાવી તેની પાસે છે.
ઉત્સાહી નું એક પાસું - સકારાત્મક હોવું, બીજું પાસું - આનંદિત રહેવું અને ત્રીજું પાસું - પોતાના ધ્યેયને, લક્ષ્ય ને પહોંચવા સતત પ્રયત્નશીલ રહેવું. પ્રયોગો કરવા તેનાં સ્વભાવ માં છે. કંઈક નવું કરવાની ઝંખના સતત તેનામાં રહે છે.
સમાજ ની ઉન્નતિ માં તત્પર તે બીજા ને પણ ઉત્સાહિત થવા પ્રેરે છે. તે ઊગતા સૂર્યમાંથી પ્રેરણા લે છે અને આથમતા સૂર્ય માંથી વિવિધ રંગો ની પીંછીં બનાવે છે; સપ્તરંગી ઈંદ્રધનુ ની રચના કરે છે.
#ઉત્સાહી