Gujarati Quote in Blog by Prem_222

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prem_222:

ઉત્સાહ તો જોયો છે મેં એની આંખમાં..prem

જે સમય નથી માં ને મળવાનો, માં ભોમ ની રક્ષા કરતા,
જેને સમય નથી લખવાને પત્ર, સરહદ ની રક્ષા કરતા,
ઉત્સાહ તો જોયો છે મેં એની આંખમાં..prem

જેને સમય નથી શાંતિથી જમવાનો, રિસર્ચની દુનિયામાં,
જે રાત દિવસ એક કરે છે, રોગો ની દવા શોધવામાં,
ઉત્સાહ તો જોયો છે મેં એની આંખમાં..prem

જેને સમય નથી પ્રભુની પૂજાનો, માબાપ ની સેવા કરતા,
જેને સમય નથી પ્રિયતમાં ને મળવાનો, દેશની સેવા કરતા,
ઉત્સાહ તો જોયો છે મેં એની આંખમાં..prem

પત્ર મળે કે થઇ ઉઠે એ ઉત્સાહી માં ની ખબર જાણવા,
પૂછી ઉઠે ટપાલી ને કે નથી લખ્યો કે શું મારી પ્રિયતમાંએ,
ઉત્સાહ તો જોયો છે મેં એની આંખમાં..prem

મળવાને આતુર હોય એ પહેલી રાતે એની નવવધુ ને,
ચાકરીએ થી આવતા રાહ જોઈ ઉભેલી એ ઓરત ને,
ઉત્સાહ તો જોયો છે મેં એની આંખમાં..prem

મુખ જોવાને આતુર હોય એ પહેલીવાર એના બાળનું,
પહેલીવાર મળવા એના પ્રેમીને પ્રેમ માં પાગલ થયેલાનો,
ઉત્સાહ તો જોયો છે મેં એની આંખમાં..prem

#ઉત્સાહી

Gujarati Blog by Prem_222 : 111491687
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now