જો માન્યું કરતું હોય આ મન તો કેવું સારું,
કરી ખીલવાડ તેની સાથે,પટાવી લઈએ.
ચિતમાં ન આવે અમુક વાત તો કેવું સારું,
સંગ્રહી સારી યાદ,બાકીની ભુલાવી દઈએ.
આવે વિચાર નબળા તો પછી શું કરવું સારું,
આના વિશે કોઈ સાથે વાત કરી જોઈએ.
રમત રમતા રમતા હમેશા જીતી જ જવાય,
અમે તો ભાઈ આવા જ બાજીગર છઈએ.
સાથ એકબીજા સૌને આપતા શિખી જઈએ,
થઈ મદદરૂપ કોઈને,ખુશી મેળવતા રહીએ
પ્રતીક ડાંગોદરા