સદા ખુશ રહો તેવું જીવન રહે,
પ્રેમભર્યું મજાનું સૌને જીવન રહે..!!!
પરિવારનો હંમેશા સાથ રહે,
હસતું ખીલતું એ આપણું ઘર રહે..!!!
ના કોઈ દિવસ કોઈ સાથે વેર રહે,
હંમેશા ખુશહાલ રાખતા મિત્રો રહે..!!
મનમાં ના કોઇથી ઉદ્વેગ રહે,
ઉત્સાહ રહે પણ આવેશ ના રહે,
કાપ્યાનો અનહદ આનંદ રહે,
કપાયાનો ના કદી ખેદ રહે,
જીવનમાં કોઈ ગુમાન ન રહે,
બધા માટે એવું સારું સન્માન રહે..!!
ઊંચા આકાશ માં ઉડું એવી તમન્ના રહે,
છતાં આપણે કોણ તેની ઓકાત રહે..!!
સદા ખુશ રહો તેવું જીવન રહે,
પ્રેમભર્યું મજાનું સૌને જીવન રહે..!!!
જીત ગજ્જર
#ઉત્સાહી