તારે છે.
જો હું તો અગાધ સાગર છું,
પડીશ તું તો તરવાનું તારે છે.
પત્થર પર્વતનોયે પગમાં ચડે,
પડે તું તોયે ચઢવાનું તારે છે.
બધા રસ્તા અનુકૂળ ન હોય,
પડે ભૂલો તો વળવાનું તારે છે.
પાંખ પક્ષીની જો દિલમાં ફૂટી,
લૈ આશાઓ ઉડવાનું તારે છે.
ન કર હરખ શોક ગુમાવ્યાનો,
રાખી યાદ ચાલવાનું તારે છે.
- હિતેશ ડાભી