ઉતરતી ચઢતી આ જિંદગી છે,ઉપરથી તે આ બોજ,
મારી નાખે અડધો માનવીને આ જવાબદારીનો બોજ.
કેટલા હારી ગયા,કેટલા જીતી ગયા,કેટલા હજુ રમે છે,
સારા સારા ને તે હફાવી દે આ જવાબદારીનો બોજ.
નથી તે કોઈ મુશ્કેલી,નથી તે કોઈ ડર,કે નથી કોઈ સજા,
પણ છે તેનાથી જ કંઈક લગતું આ જબદારીનો બોજ.
આજની સદીનો માનવી કરે છે મુકાબલો ઉલ્લાસથી,
જીતી શુ જાય આ મારાથી કહે આ જવાબદારીનો બોજ.
કસોટી કરી તેણે નાના-મોટા ,ધનિક-રંક કોઈ નથી બચ્યું,
પ્રતીક પણ તેમાં સહભાગી બને આ જવાબદારીનો બોજ.
પ્રતીક ડાંગોદરા