Gujarati Quote in Poem by Tejal Vaghasiya .

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાસ્ય રચના :: એ આવ્યા ને


એ આવ્યા ને,
હું લાગી થરથર ધ્રુજવા,
પણ,,, કેમ ???
એમને થયું કે મને તાવ આવ્યો હશે,
એટલે હું ધ્રુજી રહી છું,
બિચારા એ,
ગરમ પાણી લાવ્યા મારા માટે,
ઠંડી ઉડાડવા માટે,
ગરમ પાણી ગટગટાવી તો ગઈ,
પણ આ ધ્રુજારી બંધ થવાનું નામ જ ક્યાં લે છે???
બિચારા એ,
ડરી ગયા,
ને હું,
ગરમ પાણી ઢીચીને પરસેવે રેબઝેબ થઈ.
કારણ મળતું નથી ધ્રુજારીનું એને,
મને તો ખબર જ છે,
અરે ભઈ, શાંતિ રાખો,
જણાવું છું હમણાં.
ખબર નહીં,
મને આજે શું ગતકડું સુકાયું કે
કોઈ અજાણ વ્યકિત સાથે
ઓનલાઈન ચેટિંગ કરતી 'તી,
(સેટિંગ નહીં હો)
ને ખડખડાટ હસતી 'તી.
સાલુ,
મારા એ તો સખત વિરોધી,
ઓનલાઈન મૈત્રીના
એની તો મને ખબર જ હોય ને!!!
બસ આ જ કારણ હતું,
મારું ધ્રુજવાનું.
બિચારા એ,
ને બિચારી હું,
કારણ જાણી ને, સાથે હસ્યા.
હું ખડખડાટ,
ને એનું ચાલું થયું બડબડાટ.

- તેજલ

નોંધ :: મારી કાલ્પનિક રચના છે so and so કોઈએ પોતાની સાથે સરખાવવી નહીં.

હસતા રહો ખુશ રહો જય શ્રી કૃષ્ણ

Gujarati Poem by Tejal Vaghasiya . : 111490590
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now