અસમંજસ
સંકટ સમય નો સાથી
સુખ માં સો કોસ દુર ફરે,
જેની વાતો થીં કંટાળતા
ક્યારેક તેનું મૌન નડે,
ટોળા થી દુર ભાગનાર ને
પોતાનું એકાંત નડે,
પરજીવી ની આશા પર
નિરાશા નું મોજું ફરે,
કોઈની જતું કરવાની આદત
પોતાની હોશિયારી ગણે,
આથમતા આજ ના સુરજ ની
કાલે સૂવર્ણ પ્રભાત પડે,
અજીબ છે આ માનવી 🤔
હૃદય માંયલા રામ ને રડાવી મુરત ને નમે.
_અપેક્ષા દિયોરા