તારી તલાશ
અશ્રુ બની લાગણી પ્રેમથી આજ વહી રહી છે,
એકાંતમાં તારી યાદમાં પ્રેમથી રડી રહી છે..
નવા સફરના સાથમાં પ્રેમથી તને શોધી રહી છે,
મનને હલકુ કરવા પ્રેમથી તને શોધી રહી છે...
સફરમાં હમસફર બનવા પ્રેમથી તને ઝંખી રહી છે,
પ્રેમનાં પ્રવાહમાં પ્રેમથી તારી થવા તરસી રહી છે....
જીવનને પુર્ણ કરવામાં તારી તલાશ પુરી કરી રહી છે, સપના પુર્ણ કરવામાં તારી આશ પુરી કરી રહી છે....
રાજેશ્વરી