હવે તું નથી ને એટલે તારી યાદો ને વાગોળ્યા કરું છું,
હવે તું નથી ને એટલે રડી રડી ને આંખો ચોળ્યા કરું છું.
હવે તું નથી ને એટલે એકલતા અનુભવાય છે,
તારા વિરહ થી આ હ્રદય રોજ રોજ ઘવાય છે.
હવે તું નથી ને એટલે તને મહેસૂસ કર્યા કરું છું,
તારી સાથે ફરવા ટેવાયેલો હું હવે એકલો જ ફર્યા કરું છું.
તું અને તારી યાદો બસ બીજું કઈ જ નથી રહ્યું,
મારું દર્દ હું ના કહી શક્યો એટલે મારી કલમે કહ્યું.
વિરહ ની વેદના માં સતત તને ઝંખતો હું સતત તારી રાહ માં છું,
ફક્ત તારી વાતો અને તારી ચાહ માં છું.
લિ.ભાવેશ એસ રાવલ