આવી હતી તું એ રીતથી,
બીક હતી મારી એ રીતથી.
તું મને આમ ટોકયા ના કર,
પિતા ટોકે પુત્રને એ રીતથી.
સાથ નિભાવવો જિંદગીભર,
કોઈ કહી ન જાય એ રીતથી.
થોડી યાદ હજી નથી ભુલાણી,
તેને જીવી જ હતી એ રીતથી.
ચાલ એક નવી જ રમત રમીએ,
તું ના હારે,હું ના જીતુ,એ રીતથી.
પ્રતીક ડાંગોદરા