ખોટું કૈં નહીં..!
મારુ નૈ, કૈં તારું નહીં,
મળ્યું તે અંતે સારું નહીં
સ્તબ્ધ થઈ જોયું,
જે અંતે કોઈનું નહીં..!
જોયું કૈ ને સમજાયું કૈં
વિચાર્યું કૈં, ને ધાર્યું કૈં..
વાત તો નમણી ને નાનેરી,
તોય સમજાણી નૈં!
બહુરૂપિયા ચીતરી દીધા બમણા,
અંતે કૈં મળ્યું નહીં..!
સુખ-દુઃખની વણઝારમાં ચાલ્યા,
તોય કૈં થાક્યા નહીં..!
રૂડું બીજું તો કંઇ નહીં,
હૃદયને જો વાંચી જઈએ,
સાથે થોડું જીવી જોઈએ,
તો કૈં ખોટું નહીં..!
બાકી, કૈં મારુ નહીં; કૈં તારું નહીં,
જીવી જવાય સાથે; હા, સાથે,
પ્રેમની એ રીતમાં ખોટું કૈં નહીં;
ને વારુ! મારી પણ ના નહીં..!
#ખોટું
- કેતન વ્યાસ