*NICE LINES*
```સામે વાળી વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી,
એટલે જ તમે ચતુર કહેવાયા,
એ વાત ભૂલતા નહી.
____
માણસ ઉંમરલાયક તો થાય છે...
પણ.......
ઘણા ઓછા લોકો ઉંમર ને લાયક થાય છે....
___
સ્મશાનમાં માણસો ને હાજરી પુરવા નો ઉમળકો છે.....
ક્યાં હતા એ...
જ્યારે અંદરથી સળગતો હતો...?
___
આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે એટલે એનો આખો થાક ઉતરી જાય સાહેબ.......
પણ
જે માણસ ઘરમાં થાકે ને એનો થાક આખીય દુનિયામાં ક્યાય ના ઉતરે,
લખી રાખજો.
_____
લોકો કહે છે કે ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો,
પરંતુ અનુભવ કહે છે,
સાહેબ
ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી ખર્ચાઇ જાય છે. .
___
હ્રદય સુધી એજ પહોંચતા હોય છે,
જે હ્રદય થી બોલતા હોય છે...
____
સબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,
સબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો....
_____
શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે...??
'બાદ' થઇ જવું પડે છે..
'બાકી' થી....!!
હાથમાં પાનાંઓ નથી તો શુ થયું ...
જુગાર તો લોકોનાં મગજમાં રમાતો હોય છે....```
🙏🙏🙏