કોઈ નું દર્દ સમજી શકાય કેમ
તમે જ કહો વગર આંખે રડી શકાય કેમ?
સપના અધૂરા જોયેલા છે આપણા
આમ અધવચ્ચે છોડશો તો પુરા થાય કેમ?
ચલો મન છે ભરાય જાય માનું હું
પણ દિલ ના સબંધ છુટા થાય કેમ?
જીવવું સાથે અનેકો વચન સાથે
હવે એકલી જિંદગી જીવાય કેમ?
બન્ને હસ્યાં સાથે, તો એકલો રડું કેમ
તમે જ કહો તમને હવે ભૂલું કેમ?
હવે અંતિમ સમય છે સાંભળ મને
તમે જ કહો પ્રાણ ખોયા પછી ફરી બોલું કેમ?