Gujarati Quote in Poem by Dr Mahendra pawar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તડકા છાયાનું નામ જ જીવન રે

ઘબરાયો ઘબરાયો શાને જીવે રે

વાતોમાં જરા તું ભર મિઠાસ રે

હસવું રડવું અેનું નામ જીવન રે

ખુશીઅોના વગડે કેમ ફૂલાતો રે

સુખનો સુરજ પલમાં ડૂબતો રે

દુખડા ગણવા મોટી વાત નથી રે

અેને માણવું અેનું નામ જીવન રે

તારું મારું કરી તું સમય વેડફે રે

બધું તમારું કહી જીવ જીવન રે

તુલના કરી તું અેકબીજાની રે

બધું છોડી દઇ તું ખૂદમાં ખોને ‍રે

આજનો દ્હાડો તો કેવો જશે રે

માહિ દ્હાડા પુરાનું નામ મરણ રે

પવાર મહેન્દ્ર
૨૬/૦૬/૨૦૨૦

Gujarati Poem by Dr Mahendra pawar : 111487810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now