ભીના કપડે ભીના માથે
દફતરની છત્રી બનાવી
માથે ઓઢીને..
ભીના ખાબોચીયે
છબછબિયાં કરતાં
મિત્રોને પણ ભીંજવી નાખતા
વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..
ઘરે શું પહોંચતા
મમ્મીનો મીઠો ઠપકો અને
વહાલથી માથું લૂછવું
કોઈકવાર ગરમ ભજીયાની
મઝા ગરમ ગરમ ચા સાથે
વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..
#ભીનું