🌷ભીનું 🌷
જોને વાદલડી ચડી આકાશ માં,
મન મૂકી ને વર્ષી આ ધરા પર,
ભીની ભીની બની માટી ચોતરફ,
ખેડૂતો બન્યા હર્ષ ઘેલા,
તેમના મન બન્યા ભીના ભીના,
ખેડૂતો ની આવી વાવણી,વાવણી!
હરખ નથી સમાતો જોને ઊરમાં,
ખેડૂતો વાવણી કરતા જાય છે ને,
મીઠા ને મધુર ગીતો લલકારતા જાય છે,
ભીની ભીની માટી ની મહેક ,ને માણતા જાય છે,
પછી, છવાઈ જાય છે ચોતરફ હરિયાળી,
ધીરે ધીરે ધરતી બને છે, સોના જેવી,
ખેડૂતો કરે છે હરખ થી લણણી,
તેમના તન અને મન બને છે, ભીના ભીના.
✍️માહી