#ભીનું
સમણાં થોડા ઉગાડી માણી લો આજે,
કોરી આંખોમાં ભીનું વાવી લો આજે.
ખોટું ધારેલું ભૂલી જઈએ ચાલો ને ,
નાની લીટીને થોડી તાણી લો આજે.
ચિંતા ખોટી કરવાની મૂકી દેજો ને,
ઈશના વિશ્વાસે જીવન તારી લો આજે.
માથું મૂકી શ્રધ્ધા દેખાડી તો પણ એ,
શંકા કરવાનો જાણી માપી લો આજ.