#હૂંફ
નાનપણમાં ખોવાયેલો
એ મારી માતાનો ખોળો
હૂંફ ભર્યો મારા કેશમાં
ફરતો એના હાથનો સ્પર્શ
હું રડું તો હાલરડું ગાઈ
મને ઊંઘમાં લાવવાની કોશિશ
કરતી ગાઈ મીઠાં સ્વરમાં
એનાં મીઠાં અવાજનો રણકો
લઈ લે નથી જોતું સુખ જગતનું ઈશ
તું આપ મને મીઠી વીરડી સમ મારી
મમતાળ જનેતાનો ખોરો...
-સચિન સોની...