પરોઢનું એક સુંદર શમણું
ઝરણાં નું જીવન જાણે સુનકાર, અંધકાર, ન કોઈ સાથ,ન કોઈ ખાસ, ન કોઈ જીવન જીવવા ની આશ,
ન કોઈ સખી ન સહેલી, ન કોઈ દિલ ની પાસ, બસ
જીવવા ખાતર જીવતી હતી, જાણે હરતી ફરતી લાશ,
અચાનક એનાં જીવન માં કોઈ નું આગમન થયું ...
જાણે અંધકાર માં પ્રકાશ, સફેદ ઘોડા ઉપર સુંદર રાજકુમાર
જાણે એનાં સુના જીવન માં ખુશી ની વણઝાર ,ઝરણાં ના હોઠો પર મુસ્કાન લાવી, ફરી જીવવાની આશ જાગી, ઝરણાં ખુશ થઈ ને તેની પાસે ભાગી...
રાજકુમારે હાથ લંબાવ્યો,ઝરણાં જેવો હાથ પકડે ત્યા તો કોઈ પરછાઈ, ઝરણાં ઝબકી ને જાગી ગઈ અને,પરોઢ નું એક સુંદર શમણું સાકાર થવાના આરે હતું ને સવાર થઈ ગઈ.
ફરી એક વાર છવાઈ ગયો ઝરણાં ના જીવનમાં અંધકાર...
#shabdbhavna