શ્રુષ્ટિનાં કણકણમાં ચોફેર છે હુંફની પોકાર,
સરવાણી ઉષ્માની છે હરેક જીવને આધાર.
છે સરવાણી હૂંફની તો છે સંસારમાં સાર
પ્રકૃતિની પ્રતિકૃતિ એવી માં હુંફનો આકાર
હુંફ અને લાગણીથી હિલોળા લેતો સાગર,
ન સુકાય જ્યાં ક્યારેય ઉષ્મા માતૃત્વની!
પછી છે પિતા જે બૌદ્ધિક હુંફનો આધાર
ને મિત્ર, શબ્દોમાં ઉષ્મા ને ઉર્જા ભર્યા કરે;
સ્વજનની તો વાત નિરાલી, કહે 'કેમ છો?'
ને હૃદયને પુલકિત કરે એ હૂંફાળા સ્મિથથી!
નજરમાં પ્રેમ અને ઉષ્મા ભરી એ પ્રિયતમ,
ભવોભાવનો ભાર ઉતારી કરે બેડો પાર!
સૌ મળી ભરે તપતી રાહને મીઠી છાવથી,
જોમ ભરી હૃદયમાં, કરાવે ભવસાગર પાર!
- કેતન વ્યાસ
#હૂંફ