ગયો હતો હું મારી નિશાળે વિતેલી ક્ષણો બધી તાજી થઈ ગઈ.
જોતા મારા સાહેબને ગળે મળવાની ઈચ્છા થઇ ગઈ.
નિશાળ ના દરેક ઓરડાને દેખીને બધી જ જૂની યાદો નવી થઈ ગઈ.
ટેબલ પર પડેલી સોટી જોઈ ચટપટ પડતી સોટી યાદ રહી ગઈ.
રમતા જોઈ બાળકોને મને મારા બાળપણને યાદ આવી ગઈ.
પ્રોજેક્ટર ને જોઈને મને ફરી કાળા પાટિયા ને યાદ રહી ગઈ.
નીકળતા નિશાળ ની બહાર આંખમાંથી આંસુની નદી વહી ગઈ.
પ્રતાપ સોલંકી ( સ્મિત )