એ પળ જ એવી હતી જ્યારે હું તારો સાથ ઇચ્છતી હતી
એ રાત જ એવી હતી જ્યારે હું તારો સાથ ઈચ્છતી હતી
એ વખત જ્યારે તે અલગ થવાની વાત કરી
ત્યારે તારો સાથ ઈચ્છતી હતી
હું પણ જાણુ છું ને તું પણ જાણે છે
નથી રેવાતું આમ અલગ પણ સાથ શક્ય નથી
હું તો ફક્ત તારો સાથ ઈચ્છતી હતી
બસ 2 પળ થંભી જા મારા માટે
મને 2 પળ સાથ તારો જોઈએ
આખી જિંદગી ના મળે તો કાંઈ નહિ
2 પળ નો સાથ જોઈએ
ઘડી વાર સાથ દે બાહો માં તારી મને સ્થાન દે
મન કહે છે ના જા છોડી મને સાથ તારો જોઈએ
એ પળ જ એવી હતી જ્યારે હું તારો સાથ ઈચ્છતી હતી
એ રાત જ એવી હતી જ્યારે હું તારો સાથ ઈચ્છતી હતી