ઓફીસથી ઘરે પહોચીને ઘરના બારણા પર જ મળતું તારું પ્રેમાળ આલિંગન મારા આખા દિવસના થાકને હળવો કરી નાખે છે.😍 મારી દરેક નાની નાની બાબતો પર રખાતી તારી કાળજી મને કદાચ તારા પર આધારીત બનાવી દેશે એવું લાગે છે. તને હું કેટલો પ્રેમ કરું છું એની કોઈ સાબિતી તો નથી મારી પાસે, પણ સુવાના સમયે મારા બાવડા પર તારું માથું નાં હોય તો મને અધૂરું લાગે છે જેથી હું તને ઝઘડી લીધા પછી પણ દુર કરી નથી શકતો. 🙈🙈સવારે જ્યારે હું ઉઠી જાવ છું ત્યારે ઘણીવાર તારો હુંફભર્યો ચેહરો બસ તાકીને જોયા કરું છું, એ નિર્દોષતા પર તો આખી જિંદગી કુરબાન છે.💕💞
#હૂંફ