બેઠો છું પ્રેમ ની રાહ માં, તું આવીને પ્રેમ તો આપ,
રહેવું છે તારી સાથે, આવીને હું તારી સાથે છું તેવી હા તો આપ,
તરસ્યો છું પ્રેમ નો, તું આવીને પ્રેમ નું પાણી તો આપ,
ભૂખ્યો છું લાગણી નો, તું આવીને થોડી ઉફ તો આપ,
એકલો છું જીવનમાં, તું આવીને મને સહારો તો આપ,
નિહાળતો રહુ છું તને, તું આવીને તારા દર્શન તો આપ,
દિલમાં વસી છે તું, આવીને દિલમાં પ્રેમનો અહેસાસ તો આપ,
તારો પ્રેમ છું, તું આવીને હું પણ પ્રેમ કરું છું તેવો ઈઝહાર તો આપ,
મજબૂર છું કહેવા, પણ તું આવી ને આઇ લવ યુ ના બે સબ્દો તો આપ,
જીત ગજ્જર
#હૂંફ