નિત નયન ભીનાં થશે કરી તારી હૂફની યાદને
તુજ પ્રતાપે હતું જીવન મારું સુખ માંગલ્યનું
ઘડીકનો જ સાથ આપી ચિરવિદાય લીધી તે
મળી ઘડી બે ઘડી સમૃદ્ધિ તારા સૌભાગ્યની
તને સ્મરણવા અખંડ છે હ્રુદય સ્થાન મારું
વિકસતું દુઃખ અંતનું સ્વજન કોઈ ન પૂરશે.
કહું ભીનાં નયને મારાં જ નયનને થંભો જરા,
કંથ વીના ભવ કાઢીશ એના અંશને ઉછેરવા
#હૂંફ