સાંભળ કંઈક કહેવા માંગું છું
હું તને તારી પાસે થી માંગું છું
એક એવી મુલાકાત માંગું છું
પૂરી ન થાય તે રાત માંગું છું
ચાંદ સિતારા કે દુનિયા નહીં
જીંદગીભર નો સાથ માંગું છું
રસ્તાઓની સમજ નથી મને
બસ હાથોમાં હાથ માંગું છું
હૂંફ પ્રેમ વિશ્વાસ લાવ્યો છું
ને સામે દ્રઢ સંગાથ માંગુ છું
-અજ્ઞાત -
#હૂંફ