Gujarati Quote in Poem by Yogesh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થાય શું ?

જાતને તાપે નહીં તો થાય શું ?
રાતને કાપે નહીં તો થાય શું ?

મોહ લાગ્યો છે બધાને રુપનો,
પ્રેમમાં માપે નહીં તો થાય શું ?

એકલો થાકી ગયો એ માનવી,
વાતને છાપે નહીં તો થાય શું ?

ભૂલ છે, એની ખબર પડયા પછી,
કાનને ચાંપે નહીં તો થાય શું ?

સાંભળી મારી ગઝલને પ્રેમથી,
દાદ જો આપે નહીં તો થાય શું ?

સૌ કહે, વ્હાલા અહીં અફવા લખે,
ને પછી થાપે નહીં તો થાય શું ?

Gujarati Poem by Yogesh : 111483844
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now