મારી શાળા
આજે તો વિદાય,
મારી શાળા છોડી જવાનો સમય
જ્યારે મારાં શિક્ષક તિલક કરવા આવ્યાં
એ મસ્તી ભર્યા દિવસો ફરી યાદ આવ્યાં
છેલ્લી પાટલી એ બેસી અવાજ રોજ કરવાની
ચાલુ તાસ માં છુપી છુપી ને ચોકલેટ રોજ ખાવાની
જ્યારે હોય શિક્ષક ગેરહાજર
અમારી મસ્તી ની ગાડી હોય બરાબર
લેસન ક્યારેય લાવીએ નહિ
શાંતિ ક્યારેય રાખીએ નહિ
જો સમય મળે 5 મિનિટ નો
એ સમય અમારો ક્રિકેટ નો
પાટિયા નું કરી બેટ, રૂમાલ નો બનાવી દડો
પાટિયા થી મરેલો દડો લેવા, આમ તેમ દોડો
વર્ગ માં કરીએ નાસ્તો
અને રીસેસ માં રમીએ રમતો
પરીક્ષા ના એ દિવસો ન્યારા
અલા! બતાય ને.... એવું કહેનારા
દરેક પટલીએ રાજ અમારું
દરેક પટલીએ નામ અમારું
પણ આજે તો છે છેલ્લો દિવસ
ચાલ ફરી જીવી લઈએ એક દિવસ
આજે તો વિદાય
મારી શાળા છોડી જવાનો સમય