મેં ભીંતે મઢયા તા ચાંકળા ;
ને બારણે ચિતરાવ્યાં તા મોર ;;
ગારયુ રુડી કરી ટોડલે;
ને ઉગ્યાતા પંખીકલશોર!!!
ખુલ્લી મૂકી છે ખડકી,
સાજણ તારી વાટે;
આંખ્યું થઈ જાણ્યે ચણોઠી, રાતાં બોર !!!!!!
બંધ બારણે વણબોટયું અંધારું!
બંધ આંખ માં તરતી ભીની વાત.
લખીએ તો તમને ઝાઝું શુ લખીએ?
લખીએ પારિજાત!!
પવન વૃક્ષ ભીની ફોરમ સંગાથે લઈ ફરે,
વૃક્ષ પવન ને સંભારી ને ડાળ ડાળ રણઝણે !!!
વૃક્ષ ગોઠડી કરે ને ટહુકા ની ભાષા બોલે
પવન વૃક્ષ પાસે અંતર ના ઉંડા ણો ખોલે!!!
હું ક્યાં જઈ ખોલું????
અંદર તો ભૈ ખૂણે ખાંચરે
ઈચ્છા ઓ ની ઝાળું,
અમથો કરે ચિચાર;
હવે કઈ સાવરણી થી વાળું??????