હોંઠ પર આછી મુસ્કાન ભલે હોય, તારી આંખો નું દર્દ મને દેખાય છે,
આ #વિશાળ વિસ્તરતી ક્ષિતિજો વચ્ચે, તારું ખોવાયેલું બાળપણ મને દેખાય છે,
પણ તે મુકેલી આંધળી દોટ માં, તારું ખોવાયેલું યૌવન મને દેખાય છે
ને જિંદગી તારી હવે, ચેતન માંથી જડ તરફ જતી, મને દેખાય છે..
આમ તો એકાદ ટહુકો કાફી હતો,તને જડ પણાં માંથી બચાવાનો,
પણ પૈસા ના ઘોંઘાટ માં, ક્યાંય.... દબાઈ જતો મીઠો ટહુકો મને દેખાય છે!!
આમ દેખાદેખી અને પોતાને સાબિત કરવાની દોડ માં,તું તારી જાત ને ભૂલતી,મને દેખાય છે,
પછી કહેતી નઈ કે મઝધારે પહોંચી ને, નાવ ડૂબતી દેખાય છે....
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૨ જૂન ૨૦૨૦
#વિશાળ