કાલ આજ, પુરાણ ઇતિહાસ, કથ્ય તથ્ય,
શરૂ અને અંતની મધ્યમા, અંતરાલ વિશાળ
ખાઈની ઊંડાઈ, ઊંચા પહાળ વિશાળ
દરિયાનું પાતાળ, નભનું ભાહ્માંડ વિશાળ
આ ધરતી પર જીવોની છે, કુદરત વિશાળ
વિધાતાની જાદુગરી, સુક્ષ્મથી થાય વિશાળ
નખશિખ ચિત્ર આલેખે, નિત નવી કવિતા
કવિની સૂક્ષ્મદૃષ્ટિ આ લેખનમાં છે, વિશાળ
#વિશાળ